
વાપી ટાઉનમાં નકલી CBI ઓફિસર બની ગુન્હો કરવાના કેસમાં ઝડપાયેલ ઇસમના વાપી કોર્ટે જામીન મંજુર કર્યા…….!
વાપી ટાઉન પોલીસ મથકમાં વાપીના એક મહિલા તબીબે નકલી CBI બની આવેલ ઓરિસ્સાના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કે સ્મિથ શેઠિ નામના ઇસમે તેમની ક્લિનિકમાં આવી ઇન્કમટેક્ષ ની ફાઇલ માંગી ગુન્હો કર્યો છે. આ ફરિયાદ આધારે ટાઉન પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી સ્મિથને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. આ કેસ સંદર્ભે નકલી CBI ઓફિસરની ઓળખ આપનાર સ્મિથ શેઠિના વકીલ યોગેશ એસ. રાવલ દ્વારા વાપી કોર્ટમાં ધારદાર રજુઆત કરતા નામદાર સેશન્સ મેજિસ્ટ્રેટે રેગ્યુલર જામીન મંજુર કરવાનો હુકમ કર્યો છે.
જામીન પર મુક્ત થયેલ સ્મિથ સામે વાપીના તબીબે નકલી CBI ઓફિસર બની ગુન્હો કર્યો હોવાની ફરિયાદ વાપી ટાઉનમાં કરી હતી. જે ફરિયાદ આધારે ટાઉન પોલીસે IPC કલમ 420, 170, 447, 419 હેઠળ સ્મિથની ધરપકડ કરી રિમાન્ડ મેળવી જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. જે કેસ અનુસંધાને સ્મિથે વકીલ મારફતે જામીન અરજી કરતા સ્મિથના વકીલ યોગેશ રાવલે વાપી કોર...