લગ્ન કરવાનું કહેતી પ્રેમિકાને પ્રેમીએ જ ગળેટૂંપો આપી હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી
ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ મથકના હદ વિસ્તારમાં અને ભિલાડ નરોલી જતા તળાવ પાડા ખાતે તળાવમાંથી 2જી એપ્રિલની સાંજના સમયે એક અજાણી યુવતીની હત્યા કરેલી હાલતમાં શંકાસ્પદ લાશ મળી હતી. જે અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ ભિલાડ પોલીસ અને સ્થાનિક આગ્રણીઓને કરી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી યુવતીની હત્યા કરનાર તેના પ્રેમી અને મિત્રની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ભિલાડ ના તળાવ માં મૃતદેહ મળતા ભીલાડ પોલીસની ટીમને કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પાણીમાં તરતી લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. અજાણી મૃતક મહિલાએ શરીર પર કાળા કલર નું જીન્સ તથા કથ્થઈ કલરનું પ્લસ્ટિકના મણકા વાળું ટોપ, કાનમાં સોનાની બુટ્ટી, હાથમાં સ્ટીલનું કડું પહેરેલું હતું. ગળામાં તુલસીની માળા હતી. જેના આધારે ભીલાડ પોલીસે તેના વાલી વારસાઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસે ઓળખ કરવા સ્થાનિક આગેવા...