Friday, October 18News That Matters

Tag: Vapi A procession started from Dungra Colony in Vapi to Bindrabin in Selwas to bathe Mahadev

મહાદેવને જળાભિષેક કરવા વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન સુધી નીકળી કાવડયાત્રા

મહાદેવને જળાભિષેક કરવા વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન સુધી નીકળી કાવડયાત્રા

Gujarat, National
વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન મહાદેવને જળાભિષેક કરવા અને ત્યાંથી જળ ભરી પરત લવાછા રામેશ્વર મહાદેવને જળ ચડાવવાના સંકલ્પ સાથે નીકળેલ 150 કાવડયાત્રીઓને વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન, વોર્ડના સભ્યો અને આયોજકો દ્વારા કેસરી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરવા હજારો કાવડ યાત્રીઓ પગપાળા નજીકના શિવમંદિરે જતા હોય છે. ત્યારે વાપીમાં પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાવડયાત્રીઓ માટે કેસરી પોષાક, ગંગાજળ, વાહનની વ્યવસ્થા પુરી પાડી કાવડયાત્રીઓને પ્રસ્થાન કરાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. વાપીમાં ડુંગરા કોલોની સ્થિત સમાજ સેવક અનુગ્રહ સિંઘાણીયા દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલા કાવડયાત્રીઓ જોડાયા હતાં. 2 દિવસની આ કાવડયાત્રા અંગે અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં ધાર્મિક ભાવના પ્રગટ થાય, માતા-પિતા...