
વલસાડ જિલ્લામાં 69 ક્વોરી…! ઉદવાડા ક્વોરી સામે સ્થાનિકોની રાવ બાદ તપાસનો ધમધમાટ શરૂ….!
વલસાડ જિલ્લાના ઉદવાડા નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ કવોરીમાં જમીનના લેવલથી અંદાજિત 100 ફૂટ સુધી નીચે ખોદકામ થઈ રહ્યું છે. ખોદકામ માટે વારંવાર થતા બ્લાસ્ટના કારણે 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોમાં તિરાડો પડી હોવાની રાવ સ્થાનિકોએ એક અખબારના માધ્યમથી તંત્ર સુધી પહોંચાડી છે. જે બાદ વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી છે.
દક્ષિણ ગુજરાતમાં વાપી અને પારડી વચ્ચે આવેલા ઉદવાડા હાઇવે નજીક રેલવે સહિતની કુલ આઠ કવોરી આવેલી છે. જેમાં હાલ જમીન લેવલ કરતાં 100 ફૂટ નીચે સુધી ખોદકામ થઈ રહ્યું છે. ક્વોરી માં પથ્થરોને તોડવા વારંવાર થતા બ્લાસ્ટના કારણે આસપાસના એક કિલોમીટર ત્રિજ્યામાં લોકોનાં ઘરમાં તિરાડો પડી હોવાની બુમરાણ ઉઠી છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે આ ઊંડી ક્વોરમાં અનેક વખતે મજૂરો પણ પડી જવાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. કવોરીના કારણે આજુબાજુના વિસ્તારન...