વાપીમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર કલીમ ભંગારીયા સહિત 3 આરોપીઓની ધરપકડ
વલસાડ જિલ્લાના વાપી પાલિકા અને GIDC ને જોડતા J ટાઈપ રોડ પર રવિવારે મધ્યરાત્રીએ છીરીના 5 જેટલા યુવકોએ દિલીપ વનવાસી ઉપર જૂની અદાવતમાં લોખંડના રોડ, પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં દિલીપનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ હત્યાના ગુન્હામાં વાપી GIDC પોલીસે ભંગારનો ધંધો કરતા કલીમ સહિત શશીકાંત મિશ્રા, કાદિર મન્સૂરી નામના રીઢા ગુન્હેગારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપી GIDC ના J ટાઈપ રોડ પાસે મારમારીમાં નામચીન અને છીરીમાં ભંગારનો ધંધો કરતા કલીમ ઉર્ફે હકલો, શશીકાંત મિશ્રા, કાદિર મન્સૂરી સહિત 5 જેટલા ઈસમોએ દિલીપ વનવાસી સાથે અઢી માસ પહેલા થયેલી મારમારીની અદાવતમાં તેને અટકાવી લોખંડના રોડ, હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલા બાદ દિલીપને ઇજાગ્રસ્ત હાલતમાં છોડી આરોપીઓ ભાગી છૂટયા હતા.
ઘટનાની...