
મધુબન ડેમના રુલ લેવલને જાળવવા દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે 20,000 ક્યુસેક પાણી
દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. ત્યારે, સીઝનમાં પ્રથમ વખત મધુબન ડેમમાં નવા નિરની આવક ને જાળવવા 3 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 20000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગુરુવારે બપોરે 1 વાગ્યા આસપાસથી પ્રથમ તબક્કામાં 11000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
વલસાડ જિલ્લાનો અને સંઘપ્રદેશનો સૌથી મોટો ડેમ ગણાતા મધુબન ડેમમાં નવા નિરની આવક થતા જળ સપાટી 70.95 મીટરે પહોંચી છે. ડેમનું આ રુલ લેવલ જાળવવા આ વર્ષની સીઝનમાં પ્રથમ વખત 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 3 દરવાજા 1મીટર સુધી ખોલી પ્રથમ તબક્કામાં 11000 ક્યુસેક પાણી છોડવામાં આવશે જે વધારીને 20 હજાર ક્યુસેક સુધી લઈ જવામા આવશે.
મધુબન ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતો હોય ડેમમાં હાલ 15859 ક્યુસેક નવા નિરની આવક થઈ રહી છે. જેને 75.95 મીટરના ...