વાપી પાલિકામાં રસ્તા પર પડેલા ખાડા માટે કોંગ્રેસના 12 કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું
વાપી નગરપાલિકા વિસ્તારમાં વરસેલા ભારે વરસાદમાં રસ્તાઓની હાલત ખાડામાં પરિણમી છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે, વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા વોર્ડ નંબર 8 માં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે નવાઈની વાત એ હતી કે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના 6 પુરુષ અને 6 મહિલા કાર્યકરો મળી માત્ર 12 કાર્યકરો જ ઉપસ્થિત રહ્યા હતાં.
વાપી કોંગ્રેસ દ્વારા વાપીના પાલિકા વિસ્તારમાં આવેલ ચલારોડ, વાપી મચ્છી માર્કેટ, વાપી મેઈન બજાર રોડ, સ્ટેશન રોડ સહિત તમામ મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કરી રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું. કોંગ્રેસના આગેવાન અને પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વાપીની જનતા રસ્તા પર ખાડા પડી ગયેલ હોવાથી ભારે ત્રાહિમામ પોકારી રહી છે. તેના વિરોધમાં વૃક્ષારોપણ કરીને વ...