160 કિમીની સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેનનું વાપીમાં સ્ટોપેજ, જાણો! કેટલું ભાડું છે અને કેટલા સમયમાં પહોંચાડશે?
વલસાડ જિલ્લાના વાપીમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે સવારે વંદે ભારત ટ્રેન વાપી સ્ટેશનને આવતા રાજ્યના નાણા પ્રધાન કનું દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. ખાલપા પટેલ, દમણ-દિવના સાંસદ લાલુ પટેલ, દમણ-દિવ-DNH ના ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રેનનું સ્વાગત કરી લીલીઝંડી બતાવી અમદાવાદ તરફ રવાના કરી હતી. આ ટ્રેન માત્ર સવા ત્રણ કલાકમાં વાપી થી અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે.
વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ આપવામાં આવતા વાપી, દમણ અને સેલવાસ, ઉમરગામ, સરીગામ, પારડી તેમજ ગુંદલાવ GIDCના ઉદ્યોગકારો સહિત મુસાફરોને વધુ એક સુવિધાસભર ટ્રેનનો લાભ મળશે સાથે જ સમયની બચત થશે. ઉદ્યોગકારોને અને મુસાફરોને આ નવા વર્ષની ઉત્તમ ભેટ મળી હોવાનુ નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું. નવા વર્ષની વહેલી સવારે 7:45 કલાકે કનુ દેસાઈ, સાંસદ ડો. ખાલપા પટેલ,...