વંદે ભારત ટ્રેનની માઠી યથાવત, અતુલ નજીક નડ્યો 30 દિવસમાં ત્રીજો અકસ્માત
લાભ પાંચમના દિવસે પણ વંદે ભારત ટ્રેનની માઠી યથાવત રહી છે. ટ્રેન શરૂ થયાને 30 દિવસમાં ફરી વંદે ભારત ટ્રેનને વલસાડ નજીક અતુલ ખાતે અકસ્માત નડ્યો છે. અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર આખલો આવી જતા વંદે ભારત ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. અકસ્માતને કારણે ટ્રેનને 27 મિનિટ સુધી રોકી ટેક્નિકલ ટીમ દ્વારા સમારકામ કરી અમદાવાદ તરફ રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 130 કિલોમીટરની સ્પીડે દોડતી ટ્રેન આગળ આખલો આવી જતા અકસ્માતમાં આખલાનું મોત થયું છે.
વંદે ભારત ટ્રેનની માઠી હજુ પણ યથાવત રહી છે. વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક આ ઘટના બની છે. વંદે ભારત ટ્રેન સાથે આખલો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ ફરી તૂટી ગયો હતો. ટ્રેનના એન્જીન નજીક નીચેના ભાગમાં પણ નુકસાન થયું હતું.
ભારતની આ ...