વલસાડ રૂરલ પોલીસે ગુમ થયેલ 8 એન્ડ્રોઇડ મોબાઇલ ફોનને શોધી કાઢી અરજદારોને પરત કર્યા
વલસાડ રૂરલ પોલીસ દ્વારા ગુમ થયેલ અરજદારોના 8 અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ટ્રેસ કરાવી શોધી આપી મહત્વની કામગીરી કરી છે. પોલીસે વલસાડ, ધનોરી, પારડી, દમણ, મુંબઇ, નાશીક વિસ્તારમાંથી મોબાઈલ હસ્તગત કર્યા છે. જે તમામ મોબાઈલ ફોન વલસાડના ડી - માર્ટ, મગોદ ડુંગરી, જુજવા, ગુંદલાવ, અતુલથી ગુમ થયા હતાં.
આ અંગે વલસાડ રૂરલ પોલીસે આપેલી વિગતો મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પો.સ્ટે.ના PSI અમીરાજસિંહ જે. રાણા દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ દિવસોના અંતરે પો.સ્ટે.માં મોબાઇલ ગુમ થયાની અરજીઓ અરજદાર દ્વારા મળી હતી.
ગુમ થયેલ મોબાઇલ ફોનનુ ટ્રેસીંગ કરાવવા પો.સ્ટે.ના પો.કો. હિતેશભાઇ પરસોતમભાઇને કામગીરી સોંપી હતી. જેના દ્વારા 8 અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વલસાડ, ધનોરી,...