Tuesday, February 25News That Matters

Tag: Valsad’s Bhilad check post reeked of strong stench of liquor Police turned the roller on liquor beer worth 2 crores 96 lakhs

વલસાડની ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ, પોલીસે 2.96 કરોડના દારૂ-બિયર પર ફેરવ્યો રોલર

વલસાડની ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ, પોલીસે 2.96 કરોડના દારૂ-બિયર પર ફેરવ્યો રોલર

Gujarat, National
વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર બુધવારે દારૂ બિયરની બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર ફેરવી 2.96 કરોડના જથ્થાનો નાશ કર્યો હતો. ચેકપોસ્ટ પર દારૂ-બિયર નો નાશ કરવામાં આવતા આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી. વલસાડ જિલ્લો એ લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં મોટેપાયે દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે. આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લાના વલસાડ સીટી, વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ મથક દ્વારા જપ્ત કરેલો 2.96 કરોડના દારૂના જથ્થાને બુધવારે ભિલાડ ચેકપોસ્ટ ખાતે લાવી તેના પર રોલર ફેરવી નાશ કરાયો હતો.   ભિલાડ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લાના SDM, DYSP, ભિલ...