
સરીગામ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવા રાખેલી સાયકલો ચોમાસામાં ભંગારમાં ફેરવાઈ
વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ નવમાની વિદ્યાર્થીઓને સહાયરૂપ આપવાની સાયકલો ચોમાસાના વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ભંગાર અને કાટ ખાધેલી હાલતમાં રહેલા દ્રશ્યો સરીગામ ખાતે કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં જોવા મળ્યા છે,વર્ષ 2023-24 અંતર્ગત વિદ્યાર્થીનીઓને સહાય આપવા અનુસૂચિત જાતિ તથા બક્ષીપંચ વિભાગ દ્વારા ઉપરોક્ત સહાય સમગ્ર જિલ્લાના ગ્રાન્ટેબલ તથા સરકારી શાળાઓમાં સહાય આપવા મોટી સંખ્યામાં સાયકલોનો ખડકલો ઉમરગામ ના સરીગામ કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં ખડકવામાં આવતા ભર ચોમાસાએ ઘોર બેદરકારી સામે આવી છે.વિદ્યા સહાયરૂપ આપવાની સાયકલો, વિદ્યાર્થીઓને કાટ ખવાયેલી, ભંગાર હાલતમાં અપાશે તેની ભીતિ સેવાઈ રહી છે, ભર ચોમાસામાં સંબંધીત વિભાગો તેના ઉપર પ્લાસ્ટિક મારી ઢાંકવાની પણ તસ્દી ન લેતા બેદરકારી દાખવી હોવાનું ફલિત થયું છે.
...