વાપીની સેન્ટ મેરી સ્કૂલ ચણોદમાં બે વિદ્યાર્થીએ ‘જય શ્રી રામ’ બોલતા માફી નામું લખાવનાર શાળા હવે પોતે માફીનામું લખીને આપશે!
વાપી ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા બંને વિદ્યાર્થીને સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ દ્વારા આવી ભૂલ ફરી ન થાય તે માટે માફીનામું લખાવતા વાલીઓએ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. જે બાદ VHP અને બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલમાં જઈ વિરોધ નોંધાવતા માફીનામું લખાવનાર સ્કૂલ સંચાલકો તેમની ભૂલ બદલ માફીનામું લખીને આપશે તેવી ખાતરી આપી હતી.
વાપી ચણોદ કોલોનીમાં માં shri dinesh devshi mandhu કેમ્પસ માં આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા વિવાદ સર્જાયો હતો. જય શ્રી રામ બોલનારા બંને વિદ્યાર્થીને બોલાવી સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ કલ્પેશ દ્વારા આવી ભૂલ ફરી ન થાય તે માટે માફીનામું લખાવ્યું હતું. જે અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હત...