વલસાડ કલેકટર આયુષ ઓક સામે શિસ્તભંગની કાર્યવાહી અંતર્ગત સસ્પેન્શનનો હુકમ કરાયો
વલસાડમાં કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ સંજીવ ઓક, IAS ને વલસાડ કલેકટર ના પદભાર માંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યો છે. સચિવાલય ગાંધીનગરથી થયેલ ઓર્ડર મુજબ શ્રીમતી. એ. આર. ઝા, GAS, વર્ગ-1 (વરિષ્ઠ સ્કેલ). નિવાસી અધિક કલેક્ટર, વલસાડને હાલ આગળના આદેશો મળે નહીં ત્યાં સુધી આયુષ સંજીવ ઓક, IAS ના સ્થાને કલેક્ટર, વલસાડના પદનો વધારાનો હવાલો સોંપાયો છે.આયુષ સંજીવ ઓક, IAS કલેક્ટર, વલસાડ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે 23/06/2021 થી 01/02/2024 દરમિયાન મહેસૂલી જમીનના મામલા સાથે કામ કરતી વખતે સરકારી તિજોરીને ભારે નાણાકીય નુકસાન પહોંચાડ્યું છે. આ ગંભીર બેદરકારીના ગંભીર આરોપો માટે વિચારણા કરવામાં આવી રહી છે. તેથી, ગુજરાત સરકાર, અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિ...