આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘ખાડા ભરો આંદોલન’ શરૂ કર્યું….!
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત અને વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં 'ખાડા ભરો આંદોલન' શરૂ કરવામાં આવ્યું. જેમાં નાગરિકોને અડચણરૂપ થતા ખાડાઓને ભરીને નાગરિકોને મહદંશે રાહત પહોંચે તે રીતની કામગીરી કરવામાં આવી હતી. 'ખાડા ભરો આંદોલન'માં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોથી લઈને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને પ્રજાની તકલીફો દૂર કરવાની કોશિશ કરી હતી.
વલસાડ જિલ્લા માં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓ અને તૂટેલા રસ્તાઓના કારણે વલસાડના લોકોને સતત રોડ અકસ્માતનો ખતરો રહે છે. આ રસ્તાઓ સુધારવા માટે રાજ્ય સરકાર અને ભાજપ શાસિત વિવિધ નગરપાલિકાઓ દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી કરવામાં આવી રહી છે.
રસ્તાઓ અને ગટરોની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે પ્રિ-મોન્સુનના નગરપાલિકા દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. એવું લાગ...