Friday, October 18News That Matters

Tag: valsad umargam 24 guntha land dispute in Karambela not resolved after 4-hour standoff between both sides in presence of surveyor-police

કરમબેલામા 24 ગુંઠા જમીનના વિવાદને ઉકેલવા આવેલ સર્વેયર-પોલીસની હાજરીમાં બન્ને પક્ષો વચ્ચે 4 કલાકની રકઝક બાદ માપણી ટલ્લે ચડી

કરમબેલામા 24 ગુંઠા જમીનના વિવાદને ઉકેલવા આવેલ સર્વેયર-પોલીસની હાજરીમાં બન્ને પક્ષો વચ્ચે 4 કલાકની રકઝક બાદ માપણી ટલ્લે ચડી

Gujarat, Most Popular, National
કરમબેલા ગામે નેશનલ હાઇવે નંબર 48 ટચ 24 ગુંઠા જમીનને લઈને ઉભા થયેલા વિવાદમાં સોમવારે માપણી માટે સર્વેયરની ટીમ સર્વે કરવા આવી હતી. જો કે, જમીનની માપણી દરમ્યાન જરૂરી દસ્તાવેજ સંદર્ભે બંને પક્ષો વચ્ચે સંકલન નહિ સંધાતા માપણી મુલત્વી રહી હતી. અને જમીન વિવાદનો ઉકેલ ફરી ટલ્લે ચડ્યો હતો. માપણી પ્રક્રિયા દરમ્યાન બને પક્ષો કાયદો વ્યવસ્થા જાળવે તે માટે ઉમરગામ પોલીસ ઇન્સ્પેકટર, ભિલાડ PSI સહિતનો કાફલો ઘટના સ્થળે ખડેપગે રહ્યો હતો. જેમની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સતત 4 કલાક સુધી વાટાઘાટો ચાલ્યા બાદ પણ સર્જાયેલા મતભેદને કારણે માપણી પ્રક્રિયા અટકી ગઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જમીનના સર્વે ને લઈને અને માલિકી હક્કને લઈ વિવાદ ઉભો થયો છે. રવિવારે બંને પક્ષોના વિવાદમાં પોલીસે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડવા પ્રયત્નો કર્યા હતાં. તો બને પક્ષના વડીલોએ ઉમરગામના ધારાસભ્ય સાથે બેઠક કરી હત...