Tuesday, October 22News That Matters

Tag: Valsad SP Karanraj Vaghela appealed to the public to be aware of cyber crime know Modes Operandi of Cyber ​​Crime Fighters

વલસાડ SP કરણરાજ વાઘેલાએ સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા જનતાને કરી અપીલ, જાણો…! સાયબર ક્રાઇમના ભેજાબાજોની મોડ્સ ઓપરેન્ડી 

વલસાડ SP કરણરાજ વાઘેલાએ સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા જનતાને કરી અપીલ, જાણો…! સાયબર ક્રાઇમના ભેજાબાજોની મોડ્સ ઓપરેન્ડી 

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ વાપીમાં DYSP ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી દેશમાં વધતા સાયબર ક્રાઈમ ફ્રોડ બાબતે જનતા જોગ સંદેશ આપ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં એક વર્ષમાં 1.30 કરોડ રૂપિયા ભોગ બનનારાઓને પરત અપાવ્યા હોવાનું જણાવ્યું હતું.વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અત્યારે મોબાઇલમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એના કારણે ધીરે-ધીરે સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. પહેલાના જમાનામાં વાહન ચોરી, ઘરફોડ ચોરી થતી હતી. જેની મોડ્સ ઓપરેન્ડી હવે બંધ કરી આવા ભેજાબાજો સાઇબર ક્રાઇમની અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક ફ્રોડ કરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં અને ગુજરાત જેવા રાજ્યમાં સાયબર ક્રાઇમના દ્વારા જે ફ્રોડ થઈ રહ્યા છે એનાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતના લોકોમાં જાગૃતિ આવે, આવા સાયબર ક્રાઇમથી લોકો સચેત રહે...