વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી. NH-48 પર ટ્રાફિકજામના નિરાકરણ માટે કોન્ટ્રકટરને જરૂરી માર્ગદર્શન આપ્યું
વાપીમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા 2 દિવસથી ભારે ટ્રાફિક જામ રહેતા તેના નિરાકરણ માટે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વાપી ડિવિઝનના DySP બી. એન. દવે સાથે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. જેઓએ ટ્રાફિકના નિરાકરણ માટે હાઇવે પર બ્રિજ બનાવનાર કોન્ટ્રકટર, પાલઘરના તલાસરી પોલીસના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે આવેલ સહ્યાદ્રી રિસોર્ટ ની સામે નેશનલ હાઇવે નંબર 48 પર બની રહેલી બ્રિજની કામગીરીથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી. હાઇવે પર 10 કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતારો લાગી હતી. જે ધ્યાને આવ્યા બાદ ટ્રાફિકના સુચારુ આયોજન સાથે તલાસરી પોલીસની તેમજ ભીલાડ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ટ્રાફિ...