
વલસાડ SOGની ટીમેં 1500 કિલોથી વધુના અફિણના પોષ ડોડાના જથ્થા સાથે 2 ની ધરપકડ કરી
વલસાડ જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન અને સૂચના આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમેં બાતમી આધારે મધ્યપ્રદેશ તરફથી આવતા એક કન્ટેઇનરને રોકી તેમાંથી નશાયુક્ત અફિણના સૂકા પોષ ડોડાનો અંદાજિત 1500 કિલોનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે અફીણના જથ્થા સાથે 2 ઇસમની ધરપકડ કરી છે.
ઘટના અંગે પોલીસે વિગતો આપી હતી કે, બાતમીના આધારે વલસાડ SOGની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેઇનર આવતા તેને અટકાવી ચેક કરતા કન્ટેઇનરમાંથી અંદાજે 1500 કિલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેઇનરમાં અંદાજે 1500 કિલો જેટલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરીને નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં નશીલા પદાર્થ ધુસાડનારા માફિયાઓનો ખૂબ મોટો જથ્થો વિવિધ વિસ્તારમાં ઝડપાઇ રહ્યો છે. વલસાડ SOG ની ટીમે ઝાડપેલ અ...