વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, વાપી સહિત અન્ય 6 રાજ્યમાં થયેલ વાહનચોરીનો ભેદ ઉકેલાયો
વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાંથી બે મહીના પહેલા ચોરાયેલ કાર ચોરીનો ભેદ વલસાડ SOG પોલીસે ઉકેલી નાખ્યો છે. તેમજ કાર ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના 3 સાગરીતોને પકડી પાડ્યા છે. તો, અલગ અલગ રાજ્યોના વાહન ચોરીના કુલ-6 ગુન્હા ડિટેકટ કર્યા છે. અત્યાધુનિક સાધનોની મદદથી મોંઘીદાટ કાર ચોરી કરતી ગેંગના 3 સભ્યો પાસેથી પોલીસે કુલ 10,83,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ચોરાયેલ કાર સહિત કાર ચોરી કરવા માટે સ્માર્ટ કી, જનરેટર ટૂલ, કી પ્રોગ્રામર ટૂલ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
ગત 20મી એપ્રિલે વાપી GIDC માં આવેલ VIA બિલ્ડીંગના પાર્કીંગમાંથી એક કારની ચોરી થઈ હતી. 15 લાખની કિંમતની GJ15-CG-8751 નંબરની આ કાર ટોયેટા ઇનોવા ક્રિસ્ટા કંપનીની હતી. ત્રણથી ચાર અજાણ્યા ચોર ઇસમોએ એકબીજાની મદદગારીમાં અત્યાધુનિક સાધન વડે કારનો કાચ તોડી ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી નાશી ગયા હતાં. જે અંગે ફરીયાદી ...