વલસાડ-નવસારી જિલ્લામાંથી ચોરાયેલ 14.15 લાખની સ્પોર્ટ્સ બાઇક-મોપેડ સાથે 6 આરોપીઓને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા
વલસાડ રૂરલ પોલીસની ટીમે પાછલા 7 મહિનામાં ચોરી થયેલ મોંધીદાટ KTM-390, KTM RC 200, બજાજ પલ્સર N5200 જેવી સ્પોર્ટસ બાઇક તથા એકસેસ 125, એકટીવા 5G જેવી મોપેડને માસ્ટર કી વડે ચોરી કરતા 6 ચોરને ઝડપી પાડ્યાં છે. ઝડપાયેલા ચોર ટોળકી પાસેથી કુલ 12 વાહનો કબ્જે કર્યા છે. પોલીસે વાહનચોરીના 14 ગુન્હા ઉકેલવા સાથે કુલ 14,15,500નો મુદ્દામાલ કબ્જે કરી મહત્વની સફળતા મેળવી છે.
પોલીસ વિભાગે આપેલી વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસની એક ટીમ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક, વી.એન.પટેલ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.પવારની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇને મળેલ બાતમી આધારે વાંકલ ત્રણ રસ્તા પાસેથી અલગ અલગ કંપનીની 13,85,000ની કિંમત ની 12 જેટલી મોટર સાયકલ-મોપેડ...