વલસાડ રૂરલ પોલીસે દિવસની ઘરફોડ ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો
વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુંદલાવ, ઘડોઇ ફાટક નજીક બંધ ફલેટનું તાળું તોડી કબાટની તિજોરીમા રાખેલ 60 હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયેલા શૈલેન્દ્રકુમાર ઉર્ફે એસ.કે ઓમપ્રકાશ શર્માની રાજસ્થાનથી ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસે પકડેલ રીઢા ચોર સામે સુરતના ઉમરા, અડાજણ, અમદાવાદના વેજલપુરમાં ચોરી, દારૂની હેરાફેરી સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે.
પકડાયેલ આરોપી દિવસ દરમ્યાન સોસાયટી તથા એપાર્ટમન્ટમાં ફરી ચોરી કરવા બંધ મકાનને ટાર્ગેટ કરી તે મકાનના આજુબાજુના ફલેટને બહારથી અડાગરા મારી ફલેટનુ તાળુ તોડી સોના, ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરતો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમેં ગણતરીના દિવસોમાં વણશોધાયેલ દિવસની ઘરફોડ ચોરીનો ગુનો શોધી મહત્વની સફળતા મેળવી છે.
મકાન માલિક જયેશ પટેલે નોંધાવી હતી ચોરીની ફરિયાદ....
ગત 26 ઓગસ્ટના વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગ...