વલસાડ રૂરલ પોલીસે ઝડપ્યો સિકયુરીટીના વેશમાં મંદીરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરતો બેરોજગાર કમ્પ્યુટર એન્જીનીયર
વલસાડના ખજૂરડી ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરનાર ચોરની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ ચોર ડીપ્લોમાં કોમ્પ્યુટર એન્જીનીયર છે. જે ધરમપુર ખાતે સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જે છૂટી જતા બેરોજગાર બન્યો હતો. જેથી મોબાઇલમાં ગુગલ મેપ સ્વામીનારાયણ મંદીર સર્ચ કરી સિકયુરીટીનો ડ્રેસ પહેરી મંદીરમાં ચોરી કરવા જતો હતો. અલગ અલગ મંદીરોમાં દિવસ દરમ્યાન દાનપેટી તોડી ચોરી કરી હોવાનો ખુલાસો કર્યો છે.
ગત 6 ઓક્ટોબરે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખજુરડી ગામના સ્વામીનારાયણ મંદીરમાં એક અજાણ્યા ઇસમેં સિક્યુરીટીનો ડ્રેસ પહેરી મંદીરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મંદીરમાં રહેલ દાનપેટીનુ તાળુ તોડી દાનપેટીમાંના રોકડા રૂપીયા આશરે 1200 આસપાસની મત્તાની ચોરી કરી લઇ નાશી ગયો હતો. જે અંગે વિક્કી જનકભાઇ પટેલે વલસાડ રૂરલ પો.સ્ટે.મા ગુન્હો દાખલ કરાવેલ હતો.
...