Friday, October 18News That Matters

Tag: Valsad received 54 percent of the season’s total rainfall Dadra Nagar Haveli and Daman over 40 percent Meherthi district of Meghraja and Sangh Pradesh drenched

વલસાડમાં સીઝનના કુલ વરસાદની સામે 54 ટકા, દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકા થી વધુ વરસાદ, મેઘરાજાની મહેરથી જિલ્લો અને સંઘપ્રદેશ તરબોળ 

વલસાડમાં સીઝનના કુલ વરસાદની સામે 54 ટકા, દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકા થી વધુ વરસાદ, મેઘરાજાની મહેરથી જિલ્લો અને સંઘપ્રદેશ તરબોળ 

Gujarat, National
ગુજરાત અને સંઘપ્રદેશમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 10મી ઓગસ્ટ સુધી સિઝનના વરસતા કુલ વરસાદ સામે આ વર્ષે 31 ટકા વધુ વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તો, વલસાડ જિલ્લામાં પણ સીઝનના સરેરાશ વરસાદ સામે 54 ટકાથી વધુ આકાશી પાણી વરસી ચૂક્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 10મી ઓગષ્ટથી આગામી 15મી ઓગસ્ટ સુધીમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે. આ આગાહી મુજબ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે વહેલી સવારથી સાંજ સુધી છુટોછવાયો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. અચાનક પવનના જોર સાથે વરસતા વરસાદમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો દર વર્ષની સરખામણીએ 10 ઓગસ્ટ સુધીમાં નોંધાતા કુલ વરસાદ...