
વલસાડ પોલીસે અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો, હત્યારો સરીગામની કંપનીમાં કામ કરતો સગીર યુવક નીકળ્યો
CID સીરિયલમાં ઉકેલતા હત્યાના કેસથી પણ એક ડગલું આગળ વધે તેવા ઇન્વેસ્ટિગેશન સાથે વલસાડ પોલીસે અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. એક વાળંદ અને યુવકનો મોબાઈલ બન્યા મદદરૂપ, જો કે હત્યારો સગીર નીકળ્યો અને મિત્રની જ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મળેલ મૃતદેહ બાદ વલસાડ પોલીસે તેનો ભેદ ઉકેલી હત્યા કરનાર સગીર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં નવાઈની વાત એ છે કે જે હત્યારાની કુંડળી પોલીસ ચોપડે સગીર હોવાની ખુલી છે. યુવકે જેની હત્યા કરી હતી તે તેનો મિત્ર જ હતો અને પુખ્ત યુવક તરીકે તેની સાથે જ સરીગામની કંપનીમાં નોકરી કરતો હતો.
ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, 21મી નવેમ્બરે કરજગામના વાંજરી ફળીયા, ગુલાબભાઇ વારલી...