વલસાડ પોલીસે શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકીનું અપહરણ કરનાર નેપાળના શખ્સને માત્ર 16 કલાકમાં ઝડપી પાડ્યો
વલસાડ જીલ્લા પોલીસે માત્ર સોળ કલાકમાં જ અપહરણનો ગુનો ડીટેકટ કરી 5 વર્ષની બાળકીને રેસ્કયુ કરી છે. તો, સાથે સાથે એક આંતરરાષ્ટ્રીય હયુમન ટ્રાફીકીંગની માહિતી મેળવવામાં સફળતા મેળવી ભારતમાંથી નાના બાળકોને લલચાવી ફોસલાવી નેપાળ લઈ જતા એક નેપાળી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જીલ્લાના કરવડ ગામે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજુરીકામ કરતો રમેશ નેપાળી નામનો ઇસમ 5 વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો. ઘટના બાદ બાળકીના પિતાએ ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા એ વિગતો આપી હતી કે રાજસ્થાનથી વાપી આવી ડુંગરા ખાતે એક કન્સ્ટ્રકશન સાઈટમાં મજૂરીકામ કરતા શ્રમજીવી પરીવારની 5 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. અપહરણ એ જ કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા નેપાળી યુવકે કર્યું હતું. જે બાળકીને લઈને ફરાર થઈ ગયો હતો. ગુનાની ગંભીરતા ધ્યાને ...