વલસાડ પોલીસે 15 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલો 9,93,59,586 રૂપિયાની કિંમતના દારૂ-બિયર પર ફેરવ્યા રોડ રોલર-JCB, ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ
વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર સોમવારે દારૂ બિયરની 7,19,798 બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર-JCB ફેરવી કુલ 9,93,59,586 રૂપિયાના જથ્થાનો નાશ કર્યો હતો. જિલ્લાના 15 પોલીસ મથકમાં જપ્ત કરેલા કરોડોના દારૂના નાશથી ચેકપોસ્ટ પર આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી.
વલસાડ જિલ્લો લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં મોટેપાયે દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે.
આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન વલસાડ જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા, ઉમરગામ, ભિલાડ, મરીન, વાપી રેલવે, ધરમપુર, કપરાડા, નાના પોન્ઢા, વલસાડ સીટી, વલસાડ રૂરલ, ડુંગરી અને વલસાડ રેલવે પોલીસ મથક દ્વારા જપ્ત કરેલા કુલ 7,19,798 બોટલ...