વલસાડ પોલીસે સમાજમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા શાળા-કોલેજમાં જઇ Drug Abuse દિવસની ઉજવણી કરી
સમાજમાં ડ્રગ્સનું દુષણ ઘટે, તેની હેરફેર સામે સમાજના લોકો જાગૃત બને તેવા ઉદેશયથી દર વર્ષે 26મી જૂનના International Day Against DRUG ABUSE & Illicit Trafficking ના વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે, વલસાડ જિલ્લા પોલીસે પણ આ દિવસને ધ્યાનમાં રાખી જિલ્લાની વિવિધ શાળા કોલેજમાં જઇ વિદ્યાર્થીઓને ડ્રગના દુષણથી માહિતગાર કરી આવી પ્રવૃતિઓ અંગે પોલીસનું ધ્યાન દોરવા અપીલ કરી હતી.
વાપીમાં જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ Drug Abuse દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાપીની આર. કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ કોલેજ ખાતે SOG પોલીસ ઇન્સ્પેકટર સહિત અન્ય પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી ડ્રગ્સના પ્રકાર, તેનાથી થતી ગંભીર બીમારીઓ, સમાજમાં ઉપન્ન થતી સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. તેમજ ક્યાંય પણ ડ્રગ્સની કોઈ ગેરપ્રવૃત્તિઓ જોવા મળે તો તે અંગે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી....