વાપી ભાજપના નેતા શૈલેષ પટેલની હત્યા કરનાર 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડના ધનબાદથી વલસાડ લાવી, 2 પૈકી એક 10 જેટલી હત્યાનો આરોપી છે.
વાપી નજીક રાતા ગામે ભાજપ નેતા શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરો ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. જેમાના 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડના ધનબાદ જિલ્લા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ લાવી છે. આ ગુન્હામાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ શાર્પ શૂટરોએ શૈલેશ પટેલની હત્યા માટે 19 લાખની સોપારી લીધી હતી. પકડાયેલ બન્ને આરોપીઓ સામે અસંખ્ય ગુન્હા નોંધાયેલ છે.
ગત 8મી મેં 2023ના વાપી નજીક રાતા ગામે શિવમંદિરે દર્શન કરવા ગયેલ ભાજપ નેતા શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરો ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. જેમાના 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડ ના ધનબાદ જિલ્લા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ લાવી છે. પકડાયેલ શાર્પ શૂટરોએ શૈલેશ પટેલની હત્યા માટે 19 લાખની સોપારી લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો ...