
વાપીના બલિઠા સ્મશાન ભૂમિ નજીક બાઈક ચાલકને લૂંટનાર એક આરોપીની વલસાડ પોલીસે કરી ધરપકડ, 4 વોન્ટેડ
વાપીના બલીઠા સ્મશાન ભૂમિ રોડની બાજુમાંથી મોટર સાયકલ લઇ આવતા ચાલકને સરનામું પૂછવાના બહાને અટકાવી નજીકની અવાવરું જગ્યામાં લઈ જઈ સોનાની વીંટી અને 73,450 રૂપિયાની લૂંટ કરનાર 4 શખ્સો પૈકી એકની વલસાડ LCB ની ટીમે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાપીના બલીઠા સ્મશાન ભૂમિ રોડની બાજુમાંથી મોટર સાયકલ લઇ આવતા ચાલકને સરનામું પૂછવાના બહાને અટકાવી 4 શખ્સોએ બાઇકની ચાવી કાઢી મોબાઈલ લઈ રેલ્વે ટ્રેક ક્રોસ કરી ખુલ્લી ઝાડીવાળી જગ્યામાં લઇ જઇ આ ચારેય શખ્સોએ બાઈક ચાલકને પાકીટમાં રહેલ રોકડા રૂપિયા 150/- તથા 35 હજારની કિંમતની સોનાની રીંગ, બેંક ઓફ ઇન્ડીંયા, એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંકના ATM કાર્ડ તેના પાસવર્ડ અને ગુગલ પે. ફોન પે એકાઉન્ટના પાસવર્ડ બળજબરી પુર્વક કઢાવી લઇ ધમકાવી, કોટક મહિંદ્રા બેન્કના એકાઉન્ટમાંથી રૂપિયા 5000/- તથા બેન્ક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી રૂપિયા 26,000/- તથા ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડી...