
જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થનારી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વલસાડ જિલ્લાના 385 ગામડાઓમાં ભ્રમણ કરશે
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે વલસાડ જિલ્લામાં અનુક્રમે કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં જનજાતીય ગૌરવ દિવસ તા. 15 નવેમ્બર 2023ના રોજથી જ્યારે વલસાડ, વાપી અને ઉમરગામ તાલુકામાં તા. 22 નવેમ્બર 2023ના રોજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન થનાર છે જે સંદર્ભે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય, વોટર રીસોર્સીસ, રીવર ડેવલોપમેન્ટ એન્ડ ગંગા રીજ્યુવેનેશન વિભાગના ડાયરેક્ટર અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના વલસાડ જિલ્લાના પ્રભારી લોકેશકુમાર જૈનના અધ્યક્ષસ્થાને યાત્રાની સમીક્ષા બેઠક મળી હતી.
બેઠકમાં જિલ્લા પ્રભારીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો પ્રજા સુધી પહોંચે અને જનજાગૃત્તિ કેળવાય તે માટે વલસાડ જિલ્લાના ૬ તાલુકાના 385 ગામડાઓમાં તા. 15 નવેમ્બર 2023થી તા. 20 જાન્યુઆરી 2024...