લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 4 જૂન ના યોજાનાર મતગણતરીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક મળી, જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યા મહત્વના નિર્દેશ
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત 26- વલસાડ (અ.જ.જા.) બેઠક પર કુલ 7 વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તા. 4 જૂન 2024ના સવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરાનાર છે. જેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મતગણતરી પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સાત વિધાનસભા બેઠકના તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળેલા અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજનના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા.
અધિકારીએ આર.ઓ. લેવલે કોમ્પ્યુટરાઈઝ રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી, ફાઈલીંગની કામગીરી, એનકોર/ ઓનલાઈન એન્ટ્રીની કામગીરી, રાઉન્ડવાઈઝ ઉમેદવારોને મળેલા મતો જાહેર...