વલસાડના પત્રકાર ઉત્પલ દેસાઈએ ભગોદ ગામે 10 લાભાર્થીઓને સિલાઈ મશીન અને વ્હીલચેર આપી 61મો જન્મદિવસ ઉજવ્યો
મોટા ભાગના લોકો પોતાનો જન્મ દિવસ મોજશોખ કરી ઉજવતા હોય છે પરંતુ વલસાડ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને સંદેશના બ્યુરોચીફ ઉત્પલ દેસાઈએ પોતાના 61માં જન્મ દિવસની અનોખી ઉજવણી સેવાયજ્ઞ સાથે કરી લોકોને પ્રેરણા આપી છે.
ધર્મપત્ની વૈશાલી દેસાઈ અને પરિવારના સભ્યો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં ઉત્પલ દેસાઈએ વલસાડ તાલુકાના ભગોદ ગામમાં સ્થિત ફાર્મ હાઉસ ખાતે વલસાડ, ધરમપુર અને પારડી તાલુકાના ગામોમાં રહેતા 10 જરૂરીયાતમંદ લાભાર્થીઓને 5 સિલાઈ મશીન, બે વ્હીલ ચેર, બે વોકર, બે વજન કાંટા, 1 પ્રિન્ટર, 1 ચેઈન ફિક્ષર મશીન અને એક પેકિંગ મશીનનું વિતરણ કરી ‘‘જનસેવા એ જ પ્રભુ સેવા’’ની ઉક્તિ સાર્થક કરી છે.
વલસાડના વરિષ્ઠ પત્રકાર ઉત્પલ દેસાઈએ જણાવ્યું કે, સેવાકીય પ્રવૃત્તિની પ્રેરણા તેમના માતાપિતા તરફથી વારસામાં મળી છે. સેવા કાર્યો કરવાથી આનંદ તો મળે જ છે સાથે મન પણ મક્કમ બને છે જેનાથી અનેક સેવાકીય કાર્યો કરવા...