શ્વાનનો શિકાર કરવા આવેલ દીપડો ખુદ શિકાર બનતા માંડમાંડ બચ્યો…! કૂતરાએ દીપડા સામે લગાવી દીધી જીવ સટોસટની બાજી…!
વલસાડ જિલ્લાના રોલા ગામે ડુંગરા ફળિયામાં રહેતા વિરલ પટેલના ઘરે તેમના પાલતુ શ્વાન અને દીપડા વચ્ચે જીવ સટોસટની થયેલ લડાઈ CCTV માં કેદ થઈ છે. બંગલાના પરિસરમાં સુરક્ષા માટે શ્વાન પાળ્યો છે. આ શ્વાનને રાત્રી દરમ્યાન બંગલા ના આંગણામાં સાંકળ થી બાંધ્યો હતો. જેને સુવા માટે પાથરેલ પાથરણા પર કૂતરો સૂતેલો હતો. ત્યારે મોડી રાત્રે અંધારામાં એક દીપડો બંગલાના કમ્પાઉન્ડમાં સૂતેલા કૂતરાંનો શિકાર કરવા આવી પહોંચ્યો હતો. લાગ જોઈ દીપડો જેવો કૂતરાને બોચીમાંથી પકડવા ગયો કે, તરત જ કૂતરાએ પોતાના બચાવમાં જીવ સટોસટની બાજી લગાડી દીધી હતી. પોતાને બોચીમાંથી પકડવા આવેલા દીપડાની જ બોચી પકડી લેતા દીપડો કુતરાના મોઢાનો શિકાર થાય એ પહેલાં પોતાને છોડાવી ઉભી પૂંછડીએ ભાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના રોલા અને વાઘલધરા ગામમાં 6 માસ બાદ ફરીથી દીપડો ફરતો દેખાતાં ગ્રામજનોમાં ફફટાડ ફેલાયો છે. આ અગાઉ આ પંથકના જોરાવાસણ, ડુ...