સુરતથી મુંબઈ તરફ જતી લકઝરી બસમાં લાગી આગ, લાખોનો માલસામાન બળીને ખાખ
સુરત-મુંબઇ નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈ તરફ જતી લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સુરતમાંથી સાડીઓ સહિતની ખરીદી કરી મુંબઈ લઈ જતી મહિલાઓનો લાખોનો માલસામાન બળીને ખાખ થયો છે. બસ સુરત થી નીકળ્યા બાદ મોડી રાત્રે વલસાડ નજીક પહોંચી ત્યારે ટાયર ફાટવાથી આ ઘટના ઘટી હતી. આગ લાગતા અંદર સવાર 18 મુસાફરના જીવ જોખમમાં મુકાયા હતા. બનાવને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
અંગે મળતી વિગત મુજબ અમદાવાદથી કર્ણાટક ના બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકી ના બ્રિજ પર થી પસાર થઈ રહી હતી. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુર ઝડપે દોડી રહેલી આ બસ નું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતાં જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા. જોકે આગ લગતા બસ ચાલકે બસ ને થોભાવી બુમાં બૂમ કરતા બસ માં સવાર મુસાફરો માં દોડધામ મચી...