બેંગ્લોરની જવેલરી શોપમાંથી ચોરી કરેલા 18.59 લાખના દાગીના-રોકડા લઈ રાજસ્થાન જતા એક ને વલસાડ LCBએ વાપીમાં ઝડપી લીધો
બેંગ્લોરની ડીવેટ જવેલરી શોપમાં સોના- ચાંદીના દાગીના, રોકડાની ચોરી કરી તે પૈસા વતન રાજસ્થાન લઈ ને જતા એક ને વલસાડ LCBએ વાપીમાં વૈશાલી બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ કૌશલ ધર્મેન્દ્રસીંગ રાવત નામના યુવક પાસેથી પોલીસે 14,79,706 રૂપિયાના 205.170 ગ્રામ સોનાના દાગીના, 9760 રૂપિયાના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા 3,64,540/- મળી કુલ 18,59,006/- રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.LCB એ આપેલી વિગતો મુજબ 14/06/2024ના બેગ્લોર શહેર, સીટી માર્કેટ પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ ડીવેટ જવેલરી શોપમાંથી 2.5 કિ.ગ્રા. ના સોનાના ઘરેણા તથા 9 કિ.ગ્રા.ના યાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા બત્રીસ લાખ વિગેરે મળી કુલ કિ.રૂ. 1,70,00,000/- ચોરીનો બનાવ બન્યો હતો. જે ચોરી કરનાર હિમ્મતસીંગ કિશનસીંગ રાવતે ચોરી કરેલ સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપિયા પૈકીના 18,59,006 રૂપિયાના દાગીના-રોકડા કૌશલ ધર્મેન્દ્રસીંગ રાવ...