
દારૂના ગુન્હામાં નાસતા ફરતા ખેરગામના કુખ્યાત બુટલેગર અસીમ શેખની વલસાડ LCB એ ધરપકડ કરી….!
વલસાડ જીલ્લામાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની સુરત વિભાગ સુરતના અધિક પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલાની સુચના અને LCB PI વી. બી. બારડના માર્ગદર્શન મુજબ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ આરોપી અસીમ નીઝામમીયા શેખને ટ્રાન્સફર વોરંટ આધારે નવસારીથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે.
પકડાયેલ બુટલેગર અસીમ શેખ મૂળ નવસારી જિલ્લાના ખેરગામનો રહેવાસી છે. જેની સામે નવસારી જિલ્લાના ખેરગામ પો.સ્ટે.માં IPC કલમ,376 (2) (N), 323, 504, 506 (2), 114 તથા પોકસો એકટ કલમ 8, 12 તથા આઇ.ટી. એકટ કલમ.66-4 મુજબનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં નવસારી પોલીસે તેની ધરપકડ કરી નવસારી સબજેલમાં ધકેલી દીધો હતો.
આરોપી અસીમ સામે વલસાડ જિલ્લાના ડુંગરા, પારડી, ધરમપુર,નાનાપોંઢા,વલસાડ રૂરલ વગેરે પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના કેસ નોંધાયા હતાં. અ...