વલસાડ LCB એ ભિલાડ, ડુંગરા, વલસાડમાં ઘરફોડ ચોરી કરનાર પથ્થર ગેંગના 4 ચોરની ધરપકડ કરી 9 ગુન્હાનો ભેદ ઉકેલ્યો, પકડાયેલ ઘરફોડીયાઓ દિવસે કડીયા કામ અને રાત્રે બંધ ઘરોમાં ચોરી કરતા હતાં
વલસાડ LCB ની ટીમે મધ્યપ્રદેશના ધાર જીલ્લાની પથ્થર ગેંગના ચાર ઘરફોડીયાને 1,65,791 રૂપિયાના ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. જે સાથે જ વલસાડ જિલ્લાના વલસાડ સીટી, ભિલાડ, ડુંગરા વિસ્તારમાં થયેલ નવ (9) ઘરફોડ ચોરીઓનો તથા એક વાહન ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કુકશી તાલુકાના રહેવાસી એવા હાબુ મોહનીયા, બિલામ સિંગર, નરસિંગ ઉર્ફે ભાયો મહેડા, મનોજ ઉર્ફે માનસિંગ બામનીયા નામના ચાર ધરફોડીયા ચોરની LCB પોલીસે ધરપકડ કરી છે. આ તમામ ઈસમો ચોરીની કુખ્યાત ગેંગ એવી પથ્થર ગેંગના સભ્યો છે. જેઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના વલસાડ, સુરત જેવા શહેરોમાં દિવસે કડીયા કામ કરતા હતાં અને રાત્રે બંધ ઘરોમાં ચોરી કરતા હતાં. ચોરીમાં ક્યારેક સોસાયટીનો વોચમેન કે કોઈ સભ્ય જાગી જતા ત્યારે તેમના પર પથ્થરમારો કરતા હતાં. પકડાયેલ આરોપીઓ પૈકીનો હાબુ બાયસિંગ નાકાસિંગ મોહનીયા આ ગેંગનો મુખ્ય સાગરીત ...