વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, 3602 લોકોનું સ્થળાંતર
પુરની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પુલને 4 થી 5 મીટર ઉંચો બનાવવામાં આવશે....
વલસાડની જીવાદોરી સમાન ઔરંગા નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારવાર નુકશાન થયું હતું. જેથી ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વહીવટી તંત્ર સાથે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત થયેલા લોકોનું જીવન ફરી ધબકતુ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
છીપવાડ દાણા બજારમાં પણ ભારે ખાનાખરાબી થતા વેપારીઓ સાથે પણ મંત્રીએ મુલાકાત કરી સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. પુરના કારણે વલસાડમાં ભારે ખાનાખરાબી સર્જાતા રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ જમીની સ્થિતિ શું છે તે જાણવા માટે પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. બાદમાં વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી. વલસાડપારડીના કાશ્મીર નગર અને બરૂડિયાવાડમાં ...