વલસાડ જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક 5 થી 17 ઇંચ વરસ્યું આકાશી પાણી, કપરાડામાં સિઝનનો 84 ઇંચ વરસાદ
વલસાડ જિલ્લામાં બુધવારના સવારના 6 વાગ્યાથી ગુરુવારના સવારના 6 વાગ્યા સુધીમાં સાંબેલાધાર આકાશી પાણી વરસ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક 5 ઇંચથી 17 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે તમામ મુખ્ય નદીઓ બે કાંઠે વહેવા સાથે ભયજનક સપાટી પાર કરી ગઈ છે.
વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારના 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 377 mm વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં 340mm વરસાદ વરસ્યો છે. પારડી તાલુકામાં 286mm, વાપી તાલુકામાં 260mm, ઉમરગામ તાલુકામાં 214mm, વલસાડ તાલુકામાં સૌથી ઓછો 123mm વરસાદ વરસ્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બુધવારના સવારના 8 વાગ્યાથી ગુરુવાર સવારના 8 વાગ્યા સુધીમાં એવરેજ 314.38mm વરસાદ વરસ્યો છે. જેમાં સેલવાસમાં 342.8mm તો, ખાનવેલમાં 285.8mm વરસાદ વરસ્યો છે. જ્યારે દમણમાં 206mm વરસાદ વરસ્યો છે.
વલસાડના નિચાણવાળા વિસ્તારમાં પ...