
વલસાડ જિલ્લા પોલીસે વાપીમાંથી બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો, 4 કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન
વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. આ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે ચાર કલાક સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીને લઈ જનાર આરોપીને એક બિલ્ડીંગના ટેરેસ પરથી ઝડપી લીધો છે. પોલીસે આ ઘટનામાં દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કરાયું હોવાની આશંકાને લઇ એ દિશામાં તપાસ હાથ ધરી છે.
સોમવારે બારેક વાગ્યાના અરસામાં વાપી ગીતાનગર ટાંકી ફળીયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 4 વર્ષીય સગીર બાળા ગુમ થઈ હતી. ગુમ થનાર બાળકીના માતાપિતાએ તેમજ પાડોશીઓ શોધખોળ હાથ ધરી હતી. જેમાં CCTV ફૂટેજ ચેક કરતા બાળકીને નજીકમાં રહેતો પાડોશી એવો સેમ્પુ અચ્છેલાલ શાહ લઈને જતો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં બાળકીને હેમખેમ પરત મેળવવા બાળકીના માતાપિતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતા જોઈ વાપી ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર...