Friday, January 31News That Matters

Tag: Valsad District Police Chief visited railway underbridge in Vapi and held discussions with municipal authorities-DYSP for traffic management

વલસાડ જિલ્લા પોલીસવડાએ વાપીમાં રેલવે અન્ડરબ્રિજની મુલાકાત લઈ ટ્રાફિક વ્યવસ્થા માટે પાલિકાના સત્તાધીશો-DYSP સાથે ચર્ચા કરી

વલસાડ જિલ્લા પોલીસવડાએ વાપીમાં રેલવે અન્ડરબ્રિજની મુલાકાત લઈ ટ્રાફિક વ્યવસ્થા માટે પાલિકાના સત્તાધીશો-DYSP સાથે ચર્ચા કરી

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં બુધવારે વહેલી સવારે વરસેલા ભારે વરસાદથી રેલવે અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને કારણે ઇસ્ટ વેસ્ટને જોડતા રેલવે ફાટક પર ભારે ટ્રાફિક જામ થયો હતો. આવી સમસ્યા ફરી સર્જાય નહિ તે માટે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ગુરુવારે રેલવે અન્ડરબ્રિજ ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ટ્રાફિકને લઈ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે હાલમાં ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે. જેથી લોકોની અવરજવર માટે બે મુખ્ય માર્ગો છે. જેમાંના રેલવે અંડરબ્રિજમાં ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. જ્યારે રેલવે ફાટક પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા ટાઉન વિસ્તારમાં પણ ટ્રાફિક સમસ્યા સર્જાય હતી. રેલવે ગરનાળાની...