વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના માં માતાપિતા ગુમાવનાર 500 બાળકોને અપાવી સહાય
વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ PM કેર ફંડ અને મુખ્યમંત્રી ફંડ હેઠળ જિલ્લામાં કોરોના સમયે માતા કે પિતા અથવા તો માતાપિતા બંને ગુમાવનાર ઝીરો થી 18 વર્ષના 500 જેટલા બાળકોને સહાય અપાવી ગુજરાત માટે નોંધપાત્ર કામગીરી કરી છે. જેને રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ સરાહનીય ગણાવી છે.
વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના મહામારી દરમ્યાન ઝીરો થી 18 વર્ષના બાળકો માટે મહત્વની કામગીરી કરી બાળકોને માતાપિતા સમાન હુંફ આપી છે. જેમની આ કામગીરીના અભિનંદન પાઠવવા ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીની મુલાકાત લઈ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકી અને તેમની ટીમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કામગીરી અંગે કનું દેસાઈએ જણાવ...