વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાએ “મતદાન ચેતના અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદ યોજી
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ "મતદાતા ચેતના અભિયાન" કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને "પત્રકાર પરિષદ" નું આયોજન જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી કમલ્મ" ખાતે કરવામાં આવ્યું હતું
પત્રકાર પરિષદ માં માહિતીઓ આપતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ હાલની મતદાર યાદીની ચકાસણી માટે ભાજપ મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, નવા મતદારોનો ઉમેરો અને અનધિકૃત/મૃત મતદારોને કાઢી નાખવાના માધ્યમ દ્વારા મતદાર યાદીમાં સુધારો કરવા, મતદાર જનસંપર્ક અને જનતાની સહાય, વહીવટી અધિકારીઓ સાથે સંકલન, વહીવટી અધિકારીઓ કાર્યમાં પારદર્શિતા લાવવા જેવા કાર્ય...