વલસાડની 5 બેઠકો મળી અંદાજિત 65.24 ટકા મતદાન, 35 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ
વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં અંદાજિત 65.24 ટકા મતદાન નોધાયું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો. જિલ્લામાં કપરાડા બેઠક પર સૌથી વધુ તો, વલસાડ બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
વલસાડ જિલ્લામાં સવારે 8:00 વાગ્યે શરૂ થયેલ વિધાનસભા ચૂંટણી 2022 નું મતદાન સાંજે 5:00 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું વલસાડ જિલ્લામાં કુલ પાંચ બેઠકો પર સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં EVM ખરાબ થવા સાથે અને મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થવા સિવાય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો
વલસાડ જિલ્લામાં સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા દરમ્યાન જિલ્લામાં સરેરાશ 65.24 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ધરમપુર બેઠક પર ...