
1લી ડિસેમ્બરે વલસાડની 5 વિધાનસભાની ચૂંટણી, નવા 1,48,880 મતદારો સાથે કુલ 13,16,598 મતદારો કરશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખ આજે (ગુરુવાર 3 નવેમ્બર 2022ના) ચૂંટણીપંચે જાહેર કરી છે. જે મુજબ આવનારી 1લી ડિસેમ્બરે વલસાડ જિલ્લાની 5 બેઠકોની ચૂંટણીનું મતદાન થશે. વલસાડની બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. 8મી ડિસેમ્બર પરિણામ જાહેર થશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમા મતદાન કરવા માટે નવા 1.48 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં 17 હજાર નવા યુવા મતદારો છે. વલસાડ જિલ્લામાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અંદાજિત 13,16,598 જેટલા મતદારો છે.
વલસાડ જિલ્લાની વિધાનસભાની બેઠકો ઉપર ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે. રાજકીય પક્ષોની આ વખતની ચૂંટણીમાં નવા મતદારો પર નજર મંડાઇ છે. ગત વર્ષે 2017ની ચૂંટણીમાં 11,67,718 મતદારો હતા. જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 13,16,598 જેટલા મતદારો નોંધાયા છે. આ વર્ષે 17 હજાર નવા યુવા મત...