Friday, October 18News That Matters

Tag: Universal Meghmaher in Ashadhi Ekam in Valsad district An atmosphere of happiness among the farmers when it rains

વલસાડ જિલ્લામાં અષાઢી એકમે સાર્વત્રિક મેઘમહેર, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

વલસાડ જિલ્લામાં અષાઢી એકમે સાર્વત્રિક મેઘમહેર, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાં જેઠ મહિનામાં વરસેલા સામાન્ય વરસાદ બાદ આજે અષાઢી એકમથી જિલ્લામાં સાર્વત્રિક મેંઘમહેર શરૂ થઈ છે. વહેલી સાવરથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં અષાઢી બીજના વાવણી કરવાની ખુશી વ્યાપી છે. તો વરસાદને કારણે શહેરી વિસ્તારમાં રસ્તાઓ તરબોળ થયા હતાં. વલસાડ જિલ્લામાં પાછલા 30 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. બપોરના 12 વાગ્યા સુધીના વલસાડ તાલુકામાં 6.88 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પારડીમાં 4 ઇંચ અને વાપી-ધરમપુર માં 2-2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. સવારથી છુટા છવાયા છાંટા રૂપે વરસતા વરસાદની અચાનક હેલી આવતા રસ્તાઓ પર પાણી વહેવા સાથે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદ સાથે પવનનું પણ જોર વધ્યું હતું. જેને કારણે માર્ગ પર દૂરના દ્રશ્યો ધૂંધળા બનતા વિઝીબિલિટી ઘટી હતી. ભારે...