
ભીખ માંગવાના બહાને ફરતી 5 મહિલાઓની ટોળકીએ સેલવાસના એક ઘરમાંથી 25 હજાર રોકડ અને દાગીનાની ચોરી કરી
સેલવાસના આમલી વિસ્તારમાં ભીખ માંગવાના બહાને એક ઘરમાં ઘુસેલી પાંચ મહિલાઓની ચોર ટોળકીએ 25000 રોકડ અને ચાંદીની બંગડીઓ ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે, દુકાનદારે સોશ્યલ મીડિયામાં CCTV વાયરલ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
મળતી જાણકારી અનુસાર સેલવાસના આમલી વિસ્તારમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલી કરિયાણાની દુકાનમાં પાંચ મહિલાઓ બે નાના બાળકો સાથે ભીખ માંગવાના બહાને આવી હતી, જેને દુકાનના માલિક કિરણ ભાનુશાલીએ ત્યાંથી ભગાડી મૂકી હતી, જે બાદ પાંચેય મહિલાઓ કરિયાણાની દુકાનમાં જ કામ કરતા અને દુકાનની પાછળ રહેતા સુરેશ દુલારામજી નામક યુવકના ઘરમાં ઘુસી હતી,
મહિલા ચોર ટોળકીએ સુરેશ ના ઘરમાં ઘુસી ઘરમાં મુકેલી 25000 રૂપિયા રોકડ અને નાની બાળકીની ચાંદીની બંગળીઓ ભરેલી બેગ તફડાવી છુમંતર થઇ ગઈ હતી, થોડા સમય બાદ સુરેશ દુલારામજી બેંકમાં પૈસા જમા કરવા માટે બેગ લેવા ઘરે ગય...