હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં દિવ્યાંગ બાળકો પણ જોડાયા તિરંગા રેલીમાં
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વાપીના ડૉ. ચિંતન પટેલ તેમજ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સંસ્થાપક ડૉ. મોહન દેવ દ્વારા મનોવિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો સાથે એક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રેલી અંતર્ગત ગુંજન ખાતે તમામ દિવ્યાંગ બાળકોના હાથમાં તિરંગો આપી આ રેલીમાં સામેલ કરાયા હતાં. ગુંજન સર્કલથી શરૂ કરવામાં આવેલ રેલીમાં મનોવિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય હોવાનો ગર્વ પ્રદર્શિત કર્યો હતો. DJ ના તાલે દેશભક્તિ ના ગીતો સથવારે નીકળેલ હર ઘર તિરંગા રેલીમાં લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તેવા ઉદેશયથી યુવાનોએ બાઇક પર હેલ્મેટ પહેરી સવાર થઈ અનોખો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે વાપીના જાણીતા તબીબ ચિંતન પટેલે જણાવ્યું હતું કે દરેક ભારતીયના દિલમાં તિરંગા પ્રત્યે માન વધે દેશ બાંધવો ના લોહીથી રંગા...