
વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી
વલસાડ જિલ્લામાં એક જિલ્લા પંચાયતની અને છ તાલુકા પંચાયતની બીજા અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાબતે જિલ્લા પંચાયતમાં વલસાડ કલેકટરના અધ્યક્ષસ્થાને તેમજ દરેક તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તમામ પ્રમુખ-ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા પંચાયત ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મનહરભાઈ ડાહ્યાભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે બ્રિજનાબેન ચિંતનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેઓને ઉપસ્થિત જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.
આ ઉપરાંત જિલ્લા ની છ તાલુકા પંચાયત જેવી કે ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પણ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરી તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વ...